Sneh Milan 2021 – 2022
જય હાટકેશ.
તમામ સભ્યો અને તેમના પરિવારોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.
આપણી સંસ્થા દ્વારા, નવા શરૂ થયેલ વિક્રમ સંવત અંગેના નુતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન નીચે મુજબ ગોઠવવામાં આવેલું છે. તેમાં આપ સૌને સપરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ છે.
આ કાર્યક્રમમાં આપણે એકબીજાને મળીશું, નવા વર્ષની શુભેચ્છાઓ આપીશું, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા સભ્યોને સન્માનિત કરીશું, આગામી કાર્યક્રમો વિશે વાત કરીશું અને કાર્યક્રમના અંતે એક ભવ્ય ભોજન માણીશું.
આપણા કાર્યક્રમમાં જે સભ્યો અથવા તેઓના પરિવારજનોએ કોઈ ક્ષેત્રે જેમ કે વ્યાવસાયિક, સાહિત્યમાં, રમત ગમતમાં, સંગીત કે કલા, સેવા કે રાજનીતિ વગેરે કોઈ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તો અમને તેની સંપૂર્ણ વિગતો અને તેનો યોગ્ય આધાર દસ દિવસમાં અમોને લેખિતમાં મોકલી આપશો જેથી કાર્યક્રમમાં તેનો સમાવેશ કરીને તેઓનું અભિવાદન કરી શકાય. ચાલુ કાર્યક્રમે આવેલી વિગતો આપણને વ્યવસ્થામાં વિક્ષેપ રૂપ બને છે તેથી અમને વહેલી તકે લેખિતમાં મોકલી આપશો.
ભોજન સંબંધિત વ્યક્તિગત ખર્ચ Rs. 150/- (અંકે – રૂપિયા એકસો પચાસ ફક્ત) નક્કી કરવામાં આવ્યો છે. આ માટે, પાસ સિસ્ટમ હંમેશની જેમ જ રાખવામાં આવી છે. ભોજન પાસ મેળવવા માટે તમારે કોઈ પાસે જવાની જરૂર નથી, પરંતુ તમારે નીચે આપેલા કાર્યકર ભાઈઓના મોબાઈલ નંબરો પર તમારું સંપૂર્ણ નામ અને ભોજનમાં જોડાશે તે લોકોની સંખ્યા જણાવવી પડશે. આ માહિતી ફોન પર ન આપો પરંતુ WhatsApp દ્વારા સંદેશ આપો. આ વ્યવસ્થાનો એક ભાગ છે, તેથી કૃપા કરીને સંપૂર્ણપણે સહકાર આપો. જે રીતે નોંધણી કરાવવામાં આવી હશે તે રીતે સ્થળ ઉપરથી રૂ. ૧૫૦/- લેખે મેળવી લેવાના રહેશે. પાસ નોંધાવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી રાખવામા આવી છે. તેથી ત્યાં સુધીમાં ફોન ઉપર નામ અને સંખ્યા જણાવી દેશો.
- શ્રી કશ્યપભાઈ ભટ્ટ મોબાઈલ નં: 94277 12912
- શ્રી કૌશિકભાઈ વ્યાસ મોબાઈલ નં: 98790 26249
- શ્રી હિતાર્થભાઈ જોષી મોબાઈલ નં: 94263 18081
- શ્રી જીતેશભાઇ પાઠક મોબાઈલ નં: 87589 92220
તમામ સભ્ય મિત્રો અને પરિવાર જનોને આ કાર્યક્રમમાં સમયસર પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આપણે સમયસર કાર્યક્રમ શરૂ કરી શકીએ તો યોગ્ય સમયે પૂર્ણ થઈ શકે અને નિરાંતે સૌ હળી મળી શકીએ.
અમે દરેક સભ્યોને આ નિમંત્રણ પાઠવી રહ્યાં છીએ. કદાચ કોઈનો નંબર અમારી પાસે સચવાઈ ના શક્યો હોય તો તેમને સમયસર નિમંત્રણ ના પહોંચી શકે. તે માટે આપ સૌને વિનંતી છે કે પોતાના આત્મજનોને આ માહિતી આપશો. આપના નજીકના કે ઓળખીતા કોઈનો નંબર આ ગ્રુપમાં ના દેખાય તો મનહર શુક્લ અથવા આનંદભાઈ ભટ્ટને નામ અને નંબર મોકલી આપશે તો તેમનો સમાવેશ ગ્રુપમાં કરી દેવાશે.
As per the current situation we will all follow the Covid guide line as per the government order.
પુન : તમામ સભ્યોને સમયસર પધારવા અને સ્નેહ મિલન માણવા ભાવભર્યું નિમંત્રણ છે.
- Contact Details